રોમનોને પત્ર 16:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ25 દેવનો મહિમા થાઓ. એક માત્ર દેવ જ તમારા વિશ્વાસને દ્રઢ કરી શકે છે. જે સુવાર્તાનો ઉપદેશ હું તમને ધર્મમાં તમારો વિશ્વાસ મજબૂત કરવા આપું છું, એ સંદેશનો સદુપયોગ દેવ હવે કરી શકશે. સુવાર્તા એટલે કે લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહેવા સુપાત્ર થાય, એવો માર્ગ હવે દેવે સૌ માટે ખૂલ્લો કરી દીધો છે. એ સુવાર્તા ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે હું લોકોને કહું છું. સુવાર્તા એક ગુપ્ત સત્ય છે કે જે હવે દેવે જાહેર કર્યુ છે. ઘણા વર્ષોથી એ રહસ્યમય સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું. Viz kapitola |