સંદર્શન 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મેં જોયું, તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ “મરણ” હતું, અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું, અને તરવારથી, દુકાળથી, મરણથી, તથા પૃથ્વી પરનાં શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 મેં જોયું, તો ત્યાં મારી આગળ એક ફીક્કા રંગનો ઘોડો હતો. ઘોડા પરના સવારનું નામ મરણ હતું. હાદેસ તેની પાછળ પાછળ આવતું હતું. તેઓને પૃથ્વીના ચોથા હિસ્સા પર અધિકાર આપવામા આવ્યો હતો. તેઓને તલવારથી, દુકાળથી, રોગચાળાથી, અને પૃથ્વીના જંગલી પશુઓથી લોકોને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. Viz kapitola |