સંદર્શન 20:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અને શેતાન ગંધકના સળગતા સરોવરમાં પ્રાણી અને જૂઠા પ્રબોધક સાથે ફેંકાયો હતો. ત્યાં તેઓને દિવસ અને રાત સદાસર્વકાળ વેદના ભોગવવી પડશે. Viz kapitola |