સંદર્શન 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં.વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી; Viz kapitolaપવિત્ર બાઈબલ13 “તું ક્યાં વસે છે તે હું જાણુ છું. તું જ્યાં શેતાનની પોતાની ગાદી છે ત્યાં રહે છે, પણ મને તો તું વિશ્વાસુ છે. અંતિપાસના સમય દરમિયાન પણ તે મારામાં વિશ્વાસ હોવા વિષેની ના પાડી નહિ. અંતિપાસ મારો વિશ્વાસુ સાક્ષી હતો જેને તમારા શહેરમાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યાં શેતાન રહે છે તે તમારું શહેર છે. Viz kapitola |