ગણના 26:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને એલિયાબના દિકરા : નમુએલ તથા દાથાન તથા અબિરામ. જે દાથાન તથા અબિરામ પ્રજાથી પસંદ કરાયેલા હતા, તથા જેઓએ કોરાની સભામાં મૂસાની તથા હારુનની સામે ટક્કર લઈને યહોવાની વિરુદ્ધ ટક્કર લીધી હતી તે જ [એ હતા]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 અને એલિયાબના પુત્રો: નમુએલ, દાથાન તથા અબિરામ. (આ દાથાન અને અબિરામને સમગ્ર સમુદાયે પસંદ કર્યા હતા અને કોરા અને તેના જુથ સાથે ભળી જઈને મોશે અને આરોનની સામા થઈને જેમણે પ્રભુની વિરુધ બળવો કર્યો હતો તે જ તેઓ હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો. Viz kapitola |