લૂકની લખેલી સુવાર્તા 6:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે. Viz kapitola |