લૂકની લખેલી સુવાર્તા 19:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તે નજીક, જૈતૂન પહાડના ઢોળાવ પાસે, આવી પહોંચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 જ્યારે તેઓ ઓલિવ પર્વતના ઢોળાવ પાસે યરુશાલેમ નજીક આવ્યા, ત્યારે તેમના શિષ્યોનો મોટો સમુદાય ઈશ્વરનો આભાર માનવા લાગ્યો અને જે બધી મહાન બાબતો તેમણે જોઈ હતી તે માટે મોટે અવાજે તેમની સ્તુતિ કરવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી. Viz kapitola |