લૂકની લખેલી સુવાર્તા 1:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની આગળ જશે. તે પિતાઓનાં મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.” Viz kapitola |