લેવીય 27:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને જો તે અશુદ્ધ પશુનું હોય તો પંચમાંશ ઉમેરીને તે તારું ઠરાવેલું મૂલ્ય આપીને તેને છોડાવી લે, અથવા જો તે છોડાવી લેવાય નહિ તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તેને વેચી દેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પરંતુ જો પ્રથમજનિત અશુદ્ધ પ્રાણી હોય તો તેની કિંમત નક્કી કરવામાં આવે અને તેમાં વધારાના વીસ ટકા ઉમેરવામાં આવે. જો, તે પાછું ખરીદવામાં ન આવે તો તે બીજા કોઈને પૂરેપૂરી કિંમતે વેચી દેવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઈબલ27 પરંતુ જો યહોવાએ માંન્ય કર્યુ ના હોય તો તેવા પ્રાણીના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માંલિક આપે. જો તેનો માંલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક તે પ્રાણી બીજા કોઈને વેચી શકે છે. Viz kapitola |