લેવીય 16:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે, ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેણે તેના માથા પર પોતાના બન્ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો. Viz kapitolaપવિત્ર બાઈબલ21 અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો. Viz kapitola |