યર્મિયાનો વિલાપ 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પ્રભુએ કોપરૂપી વાદળાંથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે, ને પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો. Viz kapitola |