યર્મિયાનો વિલાપ 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુ:ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 રે પાસે થઈને સર્વ જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? નજર કરીને જુઓ, મારા પર જે દુ:ખ પડ્યું, જે વડે યહોવાએ પોતાના ભારે કોપને કારણે મને દુ:ખી કરી છે. તેના જેવું બીજું કોઈ દુ:ખ છે શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 ઓ, જનાર સૌ લોકો, જરા નજર કરો; કોઇને ય મારા જેવું દુ:ખ પડ્યું છે? જે યહોવાએ મને ક્રોધમાં આવીને દીધું છે? Viz kapitola |