યહોશુઆ 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓએ અમને કહ્યું, ‘મુસાફરીમાં ખાવાને સારુ તમારા હાથમાં ભાથું લઈને જાઓ. તેઓને મળવાને જાઓ અને તેઓને કહો, “અમે તમારા સેવકો છીએ. અમારી સાથે સુલેહ કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ માટે અમારા વડીલો તથા અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને એમ કહ્યું, ‘મુસાફરીને માટે તમારા હાથમાં ભાથું લઈને તેઓને મળવા જાઓ, ને તેઓને કહો, અમે તમારા દાસ છીએ.’ અને હવે તમે અમારી સાથે કોલકરાર કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેથી અમારા આગેવાનો અને અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને મુસાફરી માટે થોડો ખોરાક લઈને તમને મળવા જવાનું કહ્યું. અમે તમારા જ દાસ છીએ અને તેથી તમે અમારી સાથે સંધિકરાર કરો, એવું તમને કહેવા તેમણે અમને કહ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ11 તેથી અમાંરા આગેવાનોએ અને અમાંરા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરી માંટે જરૂરી ભાથું લઈને એ લોકોને જઈને મળો’ અને કહો કે, ‘અમે તમાંરા દાસ છીએ એટલે અમાંરી સાથે કૃપા કરીને સંધિ કરો. આ અમાંરા રોટલા જુઓ.’” Viz kapitola |