યહોશુઆ 18:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાહની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તે માણસો ઊઠીને ગયા; અને જેઓ દેશનું વર્ણન કરવા જતા હતા, તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વિગતવાર વર્ણન કરો, ને મારી પાસે પાછા આવો; જેથી હું અહીં શીલોમાં યહોવાની આગળ તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડું].” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 એ માણસો દેશની મોજણી કરી તેનું વર્ણન લખી લાવવા ગયા તે પહેલાં યહોશુઆએ તેમને આવી સૂચનાઓ આપી: “સમગ્ર દેશમાં જાઓ, અને તેનું વર્ણન લખી લાવીને મારી પાસે પાછા આવો. પછી અહીં શીલોમાં હું તમારે માટે પાસા નાખીને પ્રભુની સલાહ મેળવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેથી તે લોકો તેઓને ત્યાં શું મળ્યું તે વિશે યહોશુઆને અહેવાલ પાછો આપવા જમીન જોવા ગયા. યહોશુઆએ આ આદેશ તે માંણસોને આપ્યો: “તે જમીનનું વર્ણન લખો, તેમાંથી બધે મુસાફરી કરતી વખતે, અને પછી માંરી પાસે પાછા આવો. હું શીલોહ પર દેવની હાજરીમાં જમીનના વિભાજન માંટે ચિઠ્ઠીઓ નાખીશ.” Viz kapitola |