યહોશુઆ 18:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે લેવીઓને તમારી મધ્યે ભાગ [મળવાનો] નથી; કેમ કે યહોવાનું યાજકપદ એ જ તેઓનું વતન છે; અને ગાદને તથા રુબેનને તથા મનાશ્શાના અર્ધકુળને યર્દનની પેલી તરફ પૂર્વમાં, જે વતન યહોવાના સેવક મૂસાએ તેઓને આપ્યું, તે તેઓને મળ્યું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 છતાં લેવીવંશજોને બાકી રહેલાં કુળો સાથે જમીનનો હિસ્સો મળશે નહિ; કારણ, પ્રભુના યજ્ઞકાર તરીકે સેવા કરવી એ જ તેમનો હિસ્સો છે. વળી, ગાદ, રૂબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળોને તો યર્દનની પૂર્વ તરફ પ્રદેશ મળી ગયો છે. પ્રભુના સેવક મોશેએ તેમને એ પ્રદેશ આપ્યો હતો.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 પણ તમાંરી વચ્ચે રહેતા લેવી કુટુંબના લોકોને તેમનો ભાગ નહિ મળે, કારણ યાજક તરીકે સેવા કરવી તે તેમનો ભાગ છે. ગાદ અને રૂબેન કુળોના લોકો અને અર્ધા મનાશ્શા કુળને યર્દન નદીની પૂર્વ ભાગની જમીન આપવામાં આવી હતી, જે મૂસા દેવના સેવકે તેમને આપી હતી.” Viz kapitola |