યર્મિયા 24:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે’ “તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના અધિકારીઓ અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, “જેમ અંજીર બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો, તથા યરુશાલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે, તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 “પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. Viz kapitola |