યર્મિયા 23:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી જે પાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિષે યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “તમે મારા ટોળાંને વિખેરી નાખ્યું છે અને નસાડી મૂક્યું છે. અને તેની પર ધ્યાન નથી આપ્યું, એ માટે! હવે હું તમે કરેલા દુષ્કૃત્યોની તમને સજા કરીશ” એવું યહોવાહ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે માટે જે પાળકો મારા લોકનું પાલન કરે છે, તેઓ વિષે યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે મારું ટોળું વિખેરી નાખ્યું છે, ને હાંકી કાઢયું છે, અને તેઓની સંભાળ લીધી નથી. જુઓ, હું તમારાં દુષ્કર્મોનલે લીધે તમને જોઈ લઈશ, એમ યહોવા કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેથી મારા લોકોનું પાલન કરનાર શાસકોને હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આ પ્રમાણે કહું છું: તમે મારા લોકોની સંભાળ રાખી નથી. તમે તેમને હાંકી કાઢયા છે અને તેમને વેરવિખેર કરી નાખ્યા છે. તેથી તમારાં દુષ્કૃત્યોને લીધે હું પ્રભુ તમને સજા કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, “એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ” એવું યહોવા કહે છે. Viz kapitola |