ન્યાયાધીશો 9:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “કૃપા કરીને શખેમના સર્વ આગેવાનો સાંભળે તે રીતે કહો ‘યરુબાલના સર્વ સિત્તેર દીકરા, તમારા પર રાજ કરે અથવા એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી તમારે માટે વધારે સારું શું છે? યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારાં માંસનો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “કૃપા કરીને તમે શખેમના સર્વ માણસોના કાનમાં એમ કહો કે, યરુબાલના સર્વ દીકરા, એટલે સિત્તેર જણા તમારા પર રાજ કર કે એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી ક્યું તમારે માટે બહેતર છે? વળી યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારા માંસનો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તમે શખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે, ‘તમાંરે માંટે શું સારું છે? તમાંરા ઉપર 70 જણ-યરૂબ્બઆલના સિત્તેર પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે? તેમ એ પણ યાદ રાખજો કે, હું અને તમે એક જ લોહીમાંસ અને હાડકાંના બનેલા છીએ.’” Viz kapitola |