યશાયા 59:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે. તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે; તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેમના પગ દુરાચાર માટે દોડી જાય છે અને તેઓ સહેજમાં નિર્દોષનાં ખૂન કરી નાખે છે. તેમના વિચારો પ્રપંચી છે. તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પાયમાલી અને વિનાશ થઈ રહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિર્દોષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે, Viz kapitola |