યશાયા 57:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય. Viz kapitolaપવિત્ર બાઈબલ16 કારણ કે હું સદાકાળ તમારી પર ગુસ્સો કરીશ નહિ, અને આખો વખત તમને ઠપકો આપ્યા કરીશ નહિ. કારણ, બધામાં પ્રાણ પૂરનાર, હું જ છું. જો એમ ન હોય તો મારા જ સજેર્લા બધાં લોકો મારી સામે મૂછિર્ત થઇ જશે. Viz kapitola |