યશાયા 56:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, “યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.” કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો [માત્ર] સુકાયેલું ઝાડ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુના સંબંધમાં આવેલા પરદેશીએ ‘પ્રભુ મને પોતાના લોકની સાથે ભજન કરવા નહિ દે’ એમ બોલવું નહિ. અરે, ‘હું તો સુકાઈ ગયેલા વૃક્ષ સમાન નપુંસક છું.’ એમ વ્યંડળોએ કહેવાની જરૂર નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 યહોવાને શરણે આવેલા વિદેશીએ એમ ન કહેવું કે, “યહોવા મને પોતાના લોકોથી ખરેખર જુદો રાખશે,” અને કોઇ ખોજાએ એમ ન કહેવું કે, “હું તો સુકાઇ ગયેલું ઝાડ છું.” Viz kapitola |