Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 9:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને શેમ તથા યાફેથે એક લૂંગડું પોતાના બન્‍ને ખભે લઈને ને પાછે પગે જઈને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. અને તેઓનાં મોં ફેરવેલાં હતાં, ને તેઓએ પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પણ શેમ અને યાફેથે ચાદર લીધી અને તેને પોતાના ખભા પર નાખીને પાછલે પગે તંબુમાં ગયા અને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. તેમણે પોતાનાં મોં બીજી બાજુ ફેરવેલાં રાખ્યાં હતાં અને પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 ત્યારપછી શેમ અને યાફેથે એક ચાદર લઈ ખભા પરથી પીઠ પાછળ પકડી પાછે પગે ચાલતા તંબુમાં જઈ વસ્રહીન પિતાને ઓઢાડી દીધી. તેમને વસ્રહીન ન જોવા પડે એટલા માંટે મોં ફેરવીને ગયા હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 9:23

Následuj nás:

Reklamy


Reklamy