ઉત્પત્તિ 6:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 આથી યહોવાએ કહ્યું, “મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?” Viz kapitola |