ઉત્પત્તિ 47:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તે વર્ષ પૂરું થયું ત્યારે બીજે વર્ષે તેઓએ તેની પાસે આવીને તેને કહ્યું, “નાણું ખૂટયું છે એ અમે અમારા ધણીથી છાનું રાખતા નથી; અને અમારાં જનાવરો પણ અમારા ધણીની પાસે છે. અને અમારી જાત તથા અમારી જમીન વિના અમારા ધણીની આગળ અમારી પાસે કંઈ બાકી રહ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તે વર્ષ પૂરું થયું એટલે પછીને વર્ષે લોકોએ આવીને યોસેફને કહ્યું, “અમારા માલિક, તમારાથી આ વાત છુપાવી શકાય એમ નથી કે અમારા પૈસા ખલાસ થઈ ગયા છે અને અમારાં ઢોર પણ તમારી માલિકીનાં થઈ ગયાં છે. હવે તો માલિક તમારે માટે અમારી જાત અને જમીન સિવાય કંઈ જ બાકી રહ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ18 તે વર્ષ પૂર્ણ થયા બાદ બીજે વર્ષે તેઓએ આવીને તેને કહ્યું, “માંલિકથી એ વાત છાની રાખી શકાય તેમ નથી કે, નાણું ખૂટી ગયું છે. અને અમાંરાં ઢોર પણ માંલિકના કબજામાં ચાલ્યાં ગયાં છે; હવે તો અમાંરી પાસે માંત્ર અમાંરી જાત તથા જમીન સિવાય કાંઈ જ બાકી રહ્યું નથી; Viz kapitola |