ઉત્પત્તિ 31:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને તેઓને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેણે તેઓને કહ્યું, “હું તમારા પિતાનું મોં જોઉં છું કે તેની નજર પહેલાંના જેવી મારા પર નથી; પણ મારા પિતાનો ઈશ્વર મારી સાથે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 યાકોબે તેમને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી; પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે રહ્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 યાકૂબે રાહેલ અને લેઆહને કહ્યું, “હું જાણું છું કે, તમાંરા પિતાજી માંરા પ્રત્યે રોષે ભરાયેલ છે, તેમનો માંરા પ્રત્યે પહેલા જેવો મૈત્રી ભાવ નથી. પણ માંરા પિતાનો દેવ માંરી સાથે છે. Viz kapitola |