ઉત્પત્તિ 22:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને ઈશ્વરે કહ્યું, “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે દિકરાને, મારાથી પાછો રાખ્યો નથી; તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મેં જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.” Viz kapitola |