ઉત્પત્તિ 12:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વબાજુએ જે પર્વત છે ત્યાં તે ગયો. અને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી પશ્વિમે બેથેલ તથા પૂર્વે આય હતું. અને ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ત્યાંથી તે દક્ષિણ તરફ બેથેલ નગરની પૂર્વમાં આવેલ પહાડીપ્રદેશ તરફ ગયો. ત્યાં બેથેલ અને આયની વચમાં તેણે તંબુ માર્યો. ત્યાંથી પશ્ર્વિમે બેથેલ અને પૂર્વમાં આય હતાં. ત્યાં અબ્રામે એક વેદી બાંધી અને યાહવેને નામે ભજન કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી. Viz kapitola |