નિર્ગમન 39:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા માટે તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેમણે તે જ વસ્તુઓમાંથી ગૂંથેલો પટ્ટો બનાવ્યો અને તેને પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે એવી રીતે જોડયો કે તે એફોદ સાથે એકરૂપ થઈ જાય. Viz kapitolaપવિત્ર બાઈબલ5 એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો. Viz kapitola |