નિર્ગમન 28:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેઓએ જે વસ્ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં. Viz kapitola |