એસ્તેર 7:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે હાજર હતા, તેઓમાંના એક, જેનું નામ હાર્બોના હતું તેને રાજાએ કહ્યું કે, “મોર્દખાય જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે. “હામાનને તેના પર ફાંસી આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે ઊભા હતા તેઓમાંના એકે, એટલે હાર્બોનાએ કહ્યું, “મોર્દખાય, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે, તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે, ” રાજાએ કહ્યું, “તે ઉપર તેને ફાંસી આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેમણે હામાનનું મુખ ઢાંકી દીધું. તેમનામાંના એકે એટલે હાર્બોનાએ કહ્યું, “રાજાનો જીવ બચાવનાર મોર્દખાય માટે હામાને પોતાને ઘેર પચીસ મીટર ઊંચી એવી ફાંસી બનાવી છે.” રાજાએ આજ્ઞા આપી, “તેના પર હામાનને જ લટકાવી દો.” Viz kapitolaપવિત્ર બાઈબલ9 જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે. રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.” Viz kapitola |