એસ્તેર 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને રાજમહેલના બગીચામાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવા એસ્તેર રાણીને વિનંતી કરવા ઊભો રહ્યો. કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો; હામાન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તેર રાણીને વિનંતી કરવાને ઊભો થયો; કેમ કે તે સમજી ગયો કે, “મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 એ સાંભળીને હામાન રાજારાણીથી ખૂબ ગભરાઈ ગયો. રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં મદિરાપાન મૂકી દઈને મહેલના બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી નાખ્યો છે. તેથી તે એસ્તેર પાસે પોતાનો જીવ બચાવવાની વિનંતી કરવા રોક્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 રાજા તો ગુસ્સામાં ઉજાણી છોડીને રાજમહેલમાં બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. તેથી તે રાણી એસ્તેર પાસે જીવનની માફી માંગવા ગયો. Viz kapitola |