એફેસીઓ 2:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતા હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો! Viz kapitolaપવિત્ર બાઈબલ11 તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.) Viz kapitola |