પુનર્નિયમ 9:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારા ન્યાયીપણાને લીધે કે તમારા અંત:કરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહિ; પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાહે સમ ખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તારા ન્યાયીપણાને લીધે કે તારા અંત:કરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહિ, પણ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે, તથા જે વચન યહોવાએ પ્રતિજ્ઞા લઈને તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપ્યું હતું, તે સ્થાપિત કરવા માટે યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તમે નિષ્પક્ષ અને પ્રામાંણિક છો એટલા માંટે યહોવા તમને આ પ્રદેશ નથી આપતા. એ લોકો દુષ્ટ છે એટલા માંટે યહોવા તેમને હાંકી કાઢે છે. અને તેણે તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલું વચન પાળુ છું એ સારૂ. Viz kapitola |