પુનર્નિયમ 8:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેમણે તને નમાવ્યો, ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માન્નાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેમણે તમને ભૂખ્યા થવા દઈને લાચાર કર્યા, પણ પછી તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા એવા માન્નાથી તમારું પોષણ કર્યું. જેથી તે તમને શીખવે કે માણસ માત્ર ખોરાકથી નહિ,પરંતુ પ્રભુના મુખે ઉચ્ચારેલી વાણી દ્વારા જીવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 અને હા, તેણે તમને દુ:ખી કર્યા અને તમને ભૂખ્યા જવા દીધા, અને તમને નમ્ર બનાવ્યા. ત્યા તેણે તમને માંન્ના ખાવા આપ્યું જેને તમે કે તમાંરા પિતૃઓએ પહેલાં જોયું નહતું, તેણે તમને ફકત માંન્નાથી પોષ્યાં. તે રીતે તે તમને અનુભવ કરાવવા માંગતા હતા કે માંણસ ફકત રોટલીથી જીવીત રહેતો નથી. લોકોનુ જીવન યહોવાએ તેમને આપેલ વચનો પર આધારિત છે. Viz kapitola |