પુનર્નિયમ 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, “લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તું હોરેબમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે, ‘લોકોને મારી આગળ ભેગા કર, ને હું તેઓને મારાં વચન કહી સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે, તેમાં તેઓ મારો ડર શીખવે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તે દિવસે તમે હોરેબ પર્વત પાસે તમારા ઈશ્વર પ્રભુ સમક્ષ ઊભા હતા ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે, ‘આ લોકોને મારી સમક્ષ એકત્ર કર જેથી તેઓ મારી વાણી સાંભળે અને પૃથ્વી પર તેમના સમગ્ર જીવનપર્યંત મને સન્માન આપતાં શીખે અને તેમનાં સંતાનોને પણ એ રીતે વર્તવાને શીખવે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ10 એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’ Viz kapitola |