પુનર્નિયમ 34:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહે તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને સમ ખાઈને કહ્યું હતું કે, ‘હું તારા વંશજોને આપીશ તે આ છે.’ મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહિ પામે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુએ મોશેને કહ્યું, “આ દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ આગળ શપથ લીધા હતા કે હું તે તેમના વંશજોને આપીશ. મેં તને તે દેશ નજરોનજર દેખાડયો છે પણ યર્દન પાર કરીને તું ત્યાં જવા પામશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.’” Viz kapitola |