પુનર્નિયમ 32:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓએ ભૂતો [કે જેઓ] ઈશ્વર નહોતા તેઓને, જે દેવોને તેઓ ઓળખતા નહોતા તેઓને, ટૂંક મુદતથી પ્રસિદ્ધ થયેલા નવા [દેવો] કે જેઓથી તમારા પિતૃઓ બીતા નહોતા, તેઓને માટે તેઓએ યજ્ઞ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેમણે ઈશ્વરને નહિ, પણ અશુધ આત્માઓને, જેમને તેઓ ઓળખતા નહોતા એવા દેવોને અને જેમને તેમના પૂર્વજોએ પૂજ્યા નહોતા એવા નવા દેવોને બલિદાન ચડાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ17 જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં. જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં. Viz kapitola |