પુનર્નિયમ 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી, કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે, તમે સર્વ શૂરવીર પુરુષો શસ્ત્રસજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે [બાકીના] ઇઝરાયલીઓની આગળ પેલી બાજુ જાઓ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 “તે સમયે મેં તેમને આવી આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા સર્વ લડવૈયા પુરુષો શસ્ત્રસજ્જ થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓની સાથે યર્દન નદીની પેલે પાર જાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ18 “એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું. Viz kapitola |