પુનર્નિયમ 25:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય, ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની પત્ની બહારના કોઈ બીજી જાતિના પુરુષને ન પરણે, તેના પતિનો ભાઈ તેની પાસે જાય, ને તે તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમનાંમાંનો એક મૃત્યુ પામે પણ તેને પુત્ર ન હોય તો મરનારની વિધવા કુટુંબની બહાર કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન ન કરે. પણ તેનો દિયર તેની સાથે લગ્ન કરે અને તે સ્ત્રી પ્રત્યે દિયર તરીકેની પોતાની ફરજ બજાવે અને ભાઈ માટે સંતતિ ઉપજાવે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી. Viz kapitola |