દાનિયેલ 4:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું. હવે હે બેલ્ટશાસ્સાર, તું મને તેનો અર્થ જણાવ, કેમ કે મારા રાજ્યના જ્ઞાની માણસો મને તેનો અર્થ સમજાવી શકે તેમ નથી. પણ તું તે કરવાને સમર્થ છે, કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા રહે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 આ સ્વપ્ન મને નબૂખાદનેસ્સારને આવ્યું છે; તો, હે બેલ્ટશાસ્સાર, તું એનો ખુલાસો કહી બતાવ, કેમ કે મારા રાજ્યના સર્વ જ્ઞાનીઓ મારી આગળ તેનો ખુલાસો કરી બતાવવાને અશકત છે. પણ તું [તેનો ખુલાસો કરવાને] શક્તિમાન છે, કેમ કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 નબૂખાદનેસ્સાર રાજાએ કહ્યું, “આ મારું સ્વપ્ન છે. હે બેલ્ટશાસ્સાર, હવે મને તેનો અર્થ કહે. મારા રાજ્યનો કોઈ જ્ઞાની એનો અર્થ જણાવી શકયો નથી. પણ તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તું તેનો અર્થ કહી શકીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ18 “મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું અને હે બેલ્ટશાસ્સાર, હવે તું મને તેનો અર્થ જણાવ, કારણકે બીજું કોઇ જ મને એનો અર્થ સમજાવી શકે એમ નથી. મારા રાજયના ડાહ્યાં માણસો નિષ્ફળ ગયા છે. તારામાં પવિત્ર દેવનો આત્મા વસે છે, તેથી તું સમજાવી શકે એમ છે.” Viz kapitola |