દાનિયેલ 11:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [કેટલાંક] વર્ષો પછી તેઓ ભેગા થઈને સંપ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તેના હાથનું બળ તેનાથી રાખી શકાશે નહિ, અને તે તથા તેનો હાથ પણ ટકી શકશે નહિ; પણ તે તથા તેને લાવનારાઓ તથા તેને જન્મ આપનાર તથા તે સમયોમાં તેને બળ આપનાર, એ સર્વને [દુશ્મનોને] હવાલે કરવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 થોડાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા પોતાની પુત્રી અરામના રાજા સાથે પરણાવી તેની સાથે રાજસંબંધ બાંધશે. પણ એ સંબંધ ટકશે નહિ, અને એ પુત્રી, તેનો પતિ, તેનું બાળક અને તેના નોકરોને મારી નાખવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “‘થોડાં વર્ષો પછી અરામ અને મિસરના રાજાની વચ્ચે કરાર થશે. મિસરના રાજાની પુત્રીના લગ્ન શાંતિના પ્રતીક તરીકે અરામના રાજા સાથે કરવામાં આવશે. પણ આ કરાર લાંબો સમય ટકશે નહિ અને તે, તેનું સંતાન તેમજ સાથે ગયેલા તેના સર્વ ચાકરોને શત્રુના હાથમાં સોંપી દેવામાં આવશે. Viz kapitola |