પ્રે.કૃ. 23:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, મારા પૂર્વજો ફરોશી હતા. અને [ઇઝરાયલની] આશા તથા મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!” Viz kapitolaપવિત્ર બાઈબલ6 સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!” જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા. Viz kapitola |