૨ શમુએલ 20:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ યોઆબના હાથમાં તલવાર હતી તે વિષે અમાસાએ ધ્યાન ન આપ્યું. યોઆબે તેના પેટમાં તલવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડા બહાર આવી જમીન પર પડ્યાં, યોઆબે બીજો ઘા કર્યો નહિ કારણ કે અમાસા મરણ પામ્યો હતો. પછી યોઆબ અને તેના ભાઈ અબિશાય બિખ્રીના દીકરા શેબાની પાછળ પડયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ યોઆબના હાથમાં તરવાર હતી તે પર અમાસાનું ધ્યાન રહ્યું નહિ; અને તેણે તે તરવાર તેના પેટમાં મારીને તેનાં આંતરડાં ભૂમિ પર પડ્યાં, તેણે તેને બીજો ઘા કર્યો નહિ; અને તે [તરત] મરી ગયો. પછી યોઆબ તથા તેનો ભાઈ અબિશાય બિખ્રીના દિકરા શેબાની પાછળ પડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યોઆબના બીજા હાથમાંની તલવાર પર અમાસાનું ધ્યાન ગયું નહિ અને યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તેનાં આંતરડાં જમીન પર નીકળી પડયાં. તે તરત જ મરણ પામ્યો અને યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ. પછી યોઆબ અને તેનો ભાઈ અબિશાય શેબાનો પીછો કરવા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પણ યોઆબના હાથમાંની તરવાર વિષે અમાંસા સાવધાન ન હતો. યોઆબે તેના પેટમાં તરવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડાં જમીન પર પડ્યા, તરત જ તે મૃત્યુ પામ્યો. યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ, ત્યારબાદ યોઆબ અને તેનો ભાઈ અબીશાય બિખ્રીના પુત્ર શેબા પાછળ પડયા. Viz kapitola |