૨ શમુએલ 19:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 યહૂદિયાના સર્વ માણસોએ ઇઝરાયલના માણસોને ઉત્તર આપ્યો, “રાજા અમારા નિકટના સગા થાય છે તે માટે; આ બાબતમાં તમને રીસ કેમ ચઢે છે? શું અમે રાજાના પદરનું કંઈ ખાધું છે? અથવા શું તેમણે અમને કંઈ બક્ષિસ આપી છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 યહૂદિયાના માણસોએ જવાબ આપ્યો, “રાજા સાથે અમારે નિકટની સગાઇ છે તેથી અમે તેમ કર્યું છે. એમાં તમારે ખોટું લગાડવાની ક્યાં જરુર છે? રાજાએ અમારા ખોરાક માટે પૈસા આપ્યા નથી કે નથી તેમણે અમને કંઈ બક્ષિસ આપી.” Viz kapitolaપવિત્ર બાઈબલ42 યહુદાના લોકોએ ઇસ્રાએલીઓને જવાબ આપ્યો, “આ માંટે તમે અમાંરી પર ગુસ્સે કેમ થાઓ છો? રાજા અમાંરા નજીકના સગા છે. અમે રાજાના ખચેર્ ખાવાનું ખાધું નથી અને રાજાએ અમને કોઈ ભેટસોગાદો આપી નથી?” Viz kapitola |