૨ શમુએલ 16:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેં શાઉલનું રાજ્ય પચાવી પાડ્યું છે, પણ યહોવા તેના કુટુંબના ખૂનનો બદલો હવે તારી પાસેથી લઈ રહ્યા છે. અને યહોવાએ તારા દિકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. અને તું તો તારી પોતાની દુષ્ટતામાં સપડાયો છે, કેમ કે તું ખુની માણસ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેં શાઉલનું રાજ પચાવી પાડયું. હવે શાઉલના કુટુંબના ઘણા બધાનું ખૂન કરવા બદલ પ્રભુ તને શિક્ષા કરી રહ્યા છે. પ્રભુએ તારા પુત્ર આબ્શાલોમને રાજ આપ્યું છે. તું તારી દુષ્ટતામાં જ સપડાયો છે. કારણ, તું ખૂની છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેં શાઉલનું રાજય લઇ લીધું છે. અને તેં જે ખૂન કર્યું અને દરેકને માંરી નાખ્યા; તેનો બદલો દેવ તારા ઉપર લઈ રહ્યા છે, તેથી યહોવાએ તારું રાજય લઇ લીધું અને તારા પુત્ર આબ્શાલોમને આપ્યું છે. ઓ ખૂની, તને તારા પાપોની સજા મળી રહી છે!” Viz kapitola |