૨ શમુએલ 14:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 રાજાએ કહ્યું, “આ સર્વમાં શું યોઆબનો હાથ તારી સાથે નથી?” તે સ્ત્રીએ જવાબ આપ્યો કે, “મારા માલિક રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો માલિક રાજા બોલ્યો છે તે તદ્દન સાચી વાત છે. તારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તેણે આ વાતો મને કહેલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 રાજાએ પૂછ્યું, “શું આ સર્વ કામમાં યોઆબનો હાથ તારી સાથે છે?” તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મારા મુરબ્બી રાજા, તમારા જીવના સમ કે, જે કંઈ મારા મુરબ્બી રાજા બોલ્યા છે તેથી જમણી કે ડાબી બાજુ કોઈ ફરી શકતું નથી, કેમ કે તમારા ચાકર યોઆબે મને આજ્ઞા આપી, ને તેણે આ સર્વ વાતો તમારી દાસીના મોંમાં મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?” સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું જ કહેવું પડશે, આપના સેવક યોઆબે જ મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે. Viz kapitola |