૨ રાજા 7:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે એ સરદારે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે, તોપણ શું આ બાબત બની શકે ખરી?” એલિશાએ કહ્યું હતું, “જો, તું તે તારી પોતાની આંખે જોશે, પણ એમાંનું કશું ખાવા પામશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તે સરદારે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો હતો, ‘હવે જો, યહોવા આકાશમાં બારીઓ કરે, તોપણ શું એ વાત બની શકે?’ ત્યારે ઈશ્વરભક્તે કહ્યું હતું, ‘જો, તું તે તારી આંખે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ;’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તો એ અધિકારીએ જવાબ આપ્યો હતો, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય એવું બને ખરું?” અને ઈશ્વરભક્ત એલિશાએ જવાબ આપ્યો હતો, “એવું બનેલું તું જોશે, પણ તું એ ખોરાકમાંથી ખાવા પામશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ19 ત્યારે એ અમલદારે કહ્યું હતું કે, “યહોવા આકાશમાં બારીઓ પાડે તો પણ આ સાચું પડે એમ છે ખરું?” અને એલિશાએ જવાબ આપ્યો હતો કે, “તું તારી સગી આંખે એ જોવા પામશે. જો કે એમાનું કશું તું ખાવા નહિ પામે.” Viz kapitola |