૨ રાજા 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પછી તેઓએ આવીને નગરના દરવાનને હાંક મારી; અને કોઢિયાઓએ તેને કહ્યું, “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા, તો ત્યાં કોઈ માણસ ન હતો, ને કોઈ માણસનો અવાજ પણ [સંભળાતો] ન હતો. પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડાં બાંધી મૂકેલાં, ને તંબુ જેમ ને તેમ હતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.” Viz kapitola |