૨ રાજા 5:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ નામાને ગુસ્સે થઈને કહ્યું કે, “હું તો વિચારતો હતો કે, તે બહાર આવીને મારી પાસે ઊભો રહીને પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરશે. અને મારા શરીર પર પોતાનો હાથ ફેરવશે અને મારો કુષ્ઠ રોગ મટી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું, “જો, હું તો ધારતો હતો કે, નક્કી તે મારી પાસે બહાર આવશે, ને ઊભા રહીને પોતાના ઈશ્વર યહોવાને નામે વિનંતી કરશે, ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પણ નામાન ક્રોધથી તપી ઊઠયો અને ત્યાંથી જતો રહ્યો. તેણે કહ્યું, “મેં તો એમ ધાર્યું હતું કે તે બહાર આવીને તેના ઈશ્વર યાહવેને નામે પ્રાર્થના કરશે અને કોઢવાળાં અંગ પર હાથ ફેરવી મને સાજો કરશે! Viz kapitolaપવિત્ર બાઈબલ11 પણ નામાંન તો ગુસ્સે થઈને બબડતો બબડતો ચાલ્યો ગયો કે, “હું તો એમ ધારતો હતો કે, તે બહાર આવી માંરી પાસે ઊભો રહી, પોતાના દેવ યહોવાનું નામ લઈ, રોગવાળા ભાગ પર હાથ ફેરવી કોઢ મટાડી દેશે. Viz kapitola |