૨ રાજા 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં પેસીને બારણું બંધ કરીને પેલાં સર્વ વાસણોમાં [તેલ] રેડ. અને જે જે ભરાય તે તે એજ બાજુએ મૂકતી જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી તું અને તારા પુત્રો ઘરમાં પેસી, બારણું બંધ કરી અને બરણીઓમાં તેલ રેડવા માંડો. જે બરણી ભરાઈ જાય તેને એક બાજુએ મૂક્તા જાઓ.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી પાછી આવીને તું તારાં બાળકો સાથે અંદર જઈને બારણાં વાસી દેજે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં અને બરણીમાં રેડવા માંડજે અને જેમ જેમ ભરાઈ જાય તેમ તેમ બરણીઓ બાજુએ મૂકતી જજે.” Viz kapitola |